CAA અંગે ભાજપ ચલાવશે દેશવ્યાપી અભિયાન, 3 કરોડ પરિવારોનો સંપર્ક સાધશે

ભાજપે (BJP) નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં જનસંપર્ક અભિયાન (Nationwide Campaign) ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાજપનું આ સંપર્ક અભિયાન 5 જાન્યુઆરીથી શરૂ થઈને 15 જાન્યુઆરી સુધી ચાલશે. ભાજપે આ જનસંપર્ક અભિયાનમાં 3 કરોડ પરિવારો સાથે સંપર્ક કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 

CAA અંગે ભાજપ ચલાવશે દેશવ્યાપી અભિયાન, 3 કરોડ પરિવારોનો સંપર્ક સાધશે

નવી દિલ્હી: ભાજપે (BJP) નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં જનસંપર્ક અભિયાન (Nationwide Campaign) ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાજપનું આ સંપર્ક અભિયાન 5 જાન્યુઆરીથી શરૂ થઈને 15 જાન્યુઆરી સુધી ચાલશે. ભાજપે આ જનસંપર્ક અભિયાનમાં 3 કરોડ પરિવારો સાથે સંપર્ક કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. 

આ જનસંપર્ક અભિયાનમાં ભાજપ (BJP) ની સાથે સાથે આરએસએસના અનેક સંગઠન પણ સામેલ થશે. ભાજપે તેની સાથે જ એક કરોડ લોકો દ્વારા વડાપ્રધાનના નામે નાગરિકતા કાયદાને લઈને સમર્થન પત્ર મેળવવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. 

ભાજપે સમાજના અલગ અલગ વર્ગોમાં જવાની યોજના બનાવી છે. બુદ્ધિજીવી, દલિત, સાધુસંત, લઘુમતીઓ, વગેરે વર્ગોમાં જનસંપર્ક અભિયાન ચલાવવા માટે ભાજપે અલગ અલગ ગ્રુપ બનાવ્યાં છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

5 જાન્યુઆરીના રોજ જનસંપર્ક અભિયાનની શરૂઆત ભાજપના અધ્યક્ષ અમિત શાહ (Amit Shah) પોતે કરશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સહિત 50 મટોા નેતાઓ અલગ અલગ શહેરોમાં જઈને મોટા કાર્યક્રમો કરશે. આ સાથે જ જનસંપર્ક અભિયાનના અંતમાં મોટી રેલી કરવાનું પણ ભાજપ વિચારી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news